મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

વારાણસીથી કોંગ્રેસ ઉમેદવા અજય રાયના રાઈફલ મુદ્દા પર શાહે કહ્યું કે રાય એકે – 47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. શાહે કહ્યું કે રાજકીય ચોકસાઈથી વાત કરનારી કોંગ્રેસે શું વારાણસીથી કોઈ એક પણ સારો ઉમેદવાર ના મળ્યો કે તેમણે અજય રાયને મેદાનમાં લાવવા પડ્યા. શાહે માંગ કરી છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં વારાણસીને ઉલ્લેખીને કહ્યું કે હું વારાણસી લડવા માટે નહીં પરંતુ લોકોના દિલ જીતવા માટે જઈ રહ્યો છું. મુસ્લિમ અમને પ્રેમ કરવા લાગશે.

મોદીનો રાહુલ પર વળતો પ્રહાર

મોદીનો રાહુલ પર વળતો પ્રહાર

ગુજરાત મોડલ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં વાકયુદ્ધ ચાલુ થઈ ગયું છે. ગુજરાતના વિકાસને ટોફી મોડલ જણાવવા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષને આડે હાથે લેતા નરેન્દ્ર મોદીને કહ્યું કે રાહુલની પાસે મગજ નથી અને બાળકની જેમ વિચારે છે.

રાજનાથ સિંહની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત

રાજનાથ સિંહની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત

ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરતા વિપક્ષોને પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે જ્યારે બીજા પક્ષનાં નેતા આવુ કરે છે, તો ભાજપ સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે. જ્યારે ભાજપે સફાઇ આપી કે પરિવર્તન માટે તમામ પાસે સમર્થન માંગવામાં આવી રહ્યુ છે.

NDA ને 259 બેઠકો મળવાનું અનુમાન: સર્વે

NDA ને 259 બેઠકો મળવાનું અનુમાન: સર્વે

એનડીટીવી અને હંસા રિસર્ચ ગ્રુપનાં નવા સર્વે મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને દેશની કુલ 543 બેઠકોમાંથી 259 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ યૂપીએને 123 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે 161 બેઠકો અન્યનાં ફાળે જતી દેખાઇ રહી છે.

સર્વેમાં ભાજપને 214 અને કોંગ્રેસને 104 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને અસમ રાજ્યમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. અસમની કુલ 14 બેઠકોમાંથી કોંગ્રેસને 11 બેઠકો મળવાનું અનુમાન છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 270 other followers