રામદેવ પર લખનૌમાં પ્રતિંબધ

રામદેવ પર લખનૌમાં પ્રતિંબધ

યોગગુરુ બાબા રામદેવ પર ચૂંટણી પંચે પ્રતિબંધ મુક્યો છે. રાહુલ ગાંધી વિરુધ્ધ બોલતા દલિતો બાબતે અભદ્રનાં ભાષાનો ઉપયોગ કરવાને કારણે ચૂંટણી પંચે 16 મે સુધી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં  કોઇ પણ કાર્યક્રમ કે પ્રેસ કૉન્ફરન્સ નહી કરી શકે.

Advertisements

વારાણસીમાં મોદી સામે 77 ઉમેદવારો મેદાનમાં

વારાણસીમાં મોદી સામે 77 ઉમેદવારો મેદાનમાં

ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર દાખલ કર્યુ. જો મોદી વડાપ્રધાન બનવામાં સફળ થશે, તો તેઓ પ્રથમ વડાપ્રધાન હશે, જેમણે ચૂંટણી જંગમાં 77 ઉમેદવારોનો સામનો કર્યો હોય. મોદી વિરુધ્ધ 77 ઉમેદવારો વારાણસીનાં ચૂંટણી જંગમાં છે.

મોદીનાં રોડ શૉ વિરુધ્ધ કોંગ્રેસની ફરિયાદ

મોદીનાં રોડ શૉ વિરુધ્ધ કોંગ્રેસની ફરિયાદ

કોંગ્રેસ પાર્ટીએ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવતા ચૂંટણી પંચને ફરીયાદ કરી છે. આ ફરિયાદ નરેન્દ્ર મોદીનાં વારાણસીમાં યોજાયેલા રોડ શૉ સંબંધિત છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આજે દેશમાં 117 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે, અને રોડ શૉનાં માધ્યમથી મોદીએ વોટિંગનાં સ્થળો પર પ્રચાર કર્યો છે, જે આચારસંહિતાનો ભંગ છે.

મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

વારાણસીથી કોંગ્રેસ ઉમેદવા અજય રાયના રાઈફલ મુદ્દા પર શાહે કહ્યું કે રાય એકે – 47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. શાહે કહ્યું કે રાજકીય ચોકસાઈથી વાત કરનારી કોંગ્રેસે શું વારાણસીથી કોઈ એક પણ સારો ઉમેદવાર ના મળ્યો કે તેમણે અજય રાયને મેદાનમાં લાવવા પડ્યા. શાહે માંગ કરી છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં વારાણસીને ઉલ્લેખીને કહ્યું કે હું વારાણસી લડવા માટે નહીં પરંતુ લોકોના દિલ જીતવા માટે જઈ રહ્યો છું. મુસ્લિમ અમને પ્રેમ કરવા લાગશે.