જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદીમાં નામો છે આપના…

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદીમાં નામો છે આપના…

આપના એટલે આમ આદમી પાર્ટીના નહીં. આપના એક મહાનુભાવોના નામો. ભારતીય જનતા પક્ષની બીજી અને કોંગ્રેસની ત્રીજી યાદી બહાર પડી તેમાં ઘણા બધા મહાનુભાવોના નામો છે. પણ જેમના નામો નથી તેની વધારે ચર્ચા થઈ. ચિદંબરમ સહિતના કોંગ્રેસના ઘણા પ્રધાનો ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે એવા અહેવાલો છે. તેથી કોંગ્રેસના કેટલાક સિનિયરોના નામો હજી પણ યાદીમાં આવ્યા નથી. તો ભાજપના સિનિયરોના નામો પણ હજી યાદીમાં આવ્યા નથી. તેના કારણો વળી જુદા છે. અડવાણી, જોષી, રાજનાથના નામો હજી જાહેર થયા નથી, કેમ કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીનું નામ નક્કી ના થાય ત્યાં સુધી બીજા નામોનું નક્કી કરવાનું અટકી પડ્યું છે.

Tags:

Leave a comment